મોરબી : મોરબીના રાધાપાર્કમાં ગઈકાલે અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે 3,333 દિવડાની મહાઆરતી કરવામાં આવી હતી તેમજ ચૈતન્ય બાલાજી મંદિરને રોશનીથી સુશોભિત કરવામાં આવ્યું હતું. આ અવસરે મહાઆરતીનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો.