ભગવાન શ્રીરામના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી નિમિત્તે યોજાશે મહાઆરતી મોરબી : આગામી તારીખ 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામના નવનિર્મિત મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે. ત્યારે આ ઉજવણી નિમિત્તે મોરબીના ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે 2200 દીવડાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે.22 જાન્યુઆરી ને સોમવારના રોજ ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે બપોરે 12:30 કલાકે આરતી કરવામાં આવશે અને સાંજે 6:20 કલાકે 2200 દીપ પ્રગટાવી મહાઆરતી કરીને ઉજવણી કરવામાં આવશે. તો આ મહાઆરતીમાં સહભાગી થવા સૌને ભાવભર્યું જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.