માળિયા (મિ.): માળિયા તાલુકાના ખાખરેચી ગામે આવેલી સાર્વજનિક હાઈસ્કૂલનું ખૂબ સરસ પરિણામ આવ્યું છે. ખાખરેચી સાર્વજનિક હાઈસ્કૂલનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 96.55 ટકા પરિણામ આવ્યું છે. હાઈસ્કૂલના કૂલ 29 વિદ્યાર્થીઓએ ધોરણ 12 સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષા આપી હતી. જેમાંથી માત્ર 1 વિદ્યાર્થી જ નાપાસ થયો છે જ્યારે બાકીના 28 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે સફળતા મેળવી શાળા પરિવારનું ગૌરવ વધાર્યું છે.ખાખરેચી સાર્વજનિક હાઈસ્કૂલના ટોપ-10 વિદ્યાર્થીઓની વાત કરીએ તો, 1. શિયાર રિદ્ધિ જીલુભાઈ- 98.42 PR , 2. હાડગરા જીંકલ નવઘણભાઈ- 95.82 PR , 3. અજમેરા કાજલ મનસુખભાઈ- 90.06 PR, 4. અજમેરા મનીષા મનસુખભાઈ- 89.63 PR , 5. સરાવાડીયા મસ્તી દિનેશભાઈ- 83.58 PR , 6. વિડજા ઉત્તમ રાજેશભાઈ- 83.31 PR , 7. પરમાર કાજલ મનસુખભાઈ- 80.59 PR , 8. પારજીયા રામ કાંતિલાલ- 77.62 PR , 9. કૈલા દિશા દિલીપભાઈ- 69.23 PR , 10. પંચાસરા અલ્પા નીતિનભાઈ- 64.80 PR મેળવ્યા છે.