ટેન્કર - ટ્રક કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયા બાદ વાહન રોડ ઉપરથી દૂર ન કરાતા ચારથી પાંચ કીલોમિટર સુધી ટ્રાફિકજામમાં વાહનો ફસાયા મોરબી : મોરબી - માળીયા હાઇવે ઉપર ભરતનગર અને ગાળા વચ્ચે આજે સવારે કન્ટેનર ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયા બાદ બન્ને વાહનોને રોડ ઉપરથી દૂર ખસેડવામાં ન આવતા હાલમાં ચારથી પાંચ કિલોમીટર જેટલો લાંબો ટ્રાફિકજામ સર્જાતા અસંખ્ય વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.જાણવા મળતી વિગતો મુજબ મોરબી - માળીયા હાઇવે ઉપર ભરતનગર અને ગાળા વચ્ચે આજે સવારે સાડા દસેક વાગ્યાના અરસામાં કન્ટેનર ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા રોડ બ્લોક થી જવા જેવી સ્થિતિ સર્જાતા હાઇવે ઉપર ટ્રાફિકજામ સર્જાયો હતો. જો કે અકસ્માત સર્જાયાના કલાકો બાદ પણ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા બન્ને વાહનોને રોડ ઉપરથી દૂર ખસેડવામાં ન આવતા હાલમાં ચારથી પાંચ કિલોમીટર જેટલો લાંબો ટ્રાફિકજામ સર્જાતા અસંખ્ય વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.