રાજપર ચોકડીએ ટ્રક મૂકી ડ્રાઈવર પલાયન થઇ ગયોમોરબી : મોરબી - રાજકોટ હાઇવે ઉપર રાજપર ચોકડી નજીક સવારના સમયે ટ્રક ચાલક રોડ વચ્ચે ટ્રક ઉભો રાખી ક્યાંક પલાયન થઈ જતા બન્ને તરફ લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.જાણવા મળતી વિગતો મુજબ મોરબી - રાજકોટ હાઇવે ઉપર રાજપર ચોકડી નજીક સવારના સમયે ટ્રક નંબર જીજે - 12 - એએક્સ - 7357નો ચાલક રોડ વચ્ચે ટ્રક ઉભો રાખી ક્યાંક પલાયન થઈ જતા શનાળા ગામથી નવી બનતી મેડિકલ કોલેજ સુધી તેમજ મોરબી તરફ ભક્તિનગર સર્કલ સુધી બન્ને તરફ છેલ્લા દોઢેક કલાકથી ટ્રાફિક જામ સર્જાયો છે. બનાવની જાણ થતા મોરબી પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી છે.