મોરબી : મોરબી તાલુકાના લીલાપર ગામ નજીક પોલીસ દ્વારા દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપાઇ છે. ગઈકાલે તા. 23ના રોજ લીલાપર ગામ નજીક મચ્છુ ડેમ પાસે વોંકળા નજીક દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપાઇ છે. પોલીસે દરોડા દરમિયાન આથો લીટર આશરે ૧૫૦૦ (કિ.રૂ.૩,૦૦૦/-) તથા પ્લા.ના કેરબા નંગ-૩૨ (કિં.રૂ.૧૬૦૦/-) ભઠ્ઠીના સાધનો ટીનના બકડીયા નંગ-૦૨, ગેસના ચુલા નંગ-૦૨, ગેસના બાટલા નંગ-૦૪, નળીવાળા તાસ નંગ-૦૨ મળી કુલ કિં.રૂ.૫,૨૦૦/- તથા દેશી દારૂ આશરે લીટર ૨૫૦ કિં.રૂ.૫,૦૦૦/- મળી કુલ મુદ્દામાલ કિ.રૂ.૧૪,૮૦૦/- ના મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ કેસમાં પોલીસે આરોપી તુલશીભાઇ રણછોડભાઇ પરમારની અટકાયત કરી છે. તેમજ આરોપીઓ કિરણ ઉર્ફે બેબો નાગજીભાઇ દેગામા અને રણજીત નાગજીભાઇ દેગામાનું નામ ખુલ્યું છે. આ ત્રણેય આરોપીઓ સામે મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધ કરવામાં આવી છે. અને અન્ય બે આરોપીઓને પકડવાની કાર્યવાહી ચાલુ કરી છે.