ટ્રેકટરના શોરૂમમાં ઘુસી પઠાણી ઉઘરાણી કરનાર શખ્સના પુત્રના કૃત્ય મામલે પોલીસ ફરિયાદમોરબી : મોરબી - રાજકોટ હાઇવે ઉપર ટ્રેકટરનો શોરૂમ ધરાવતા વેપારીના શોરૂમમાં ઘુસી પઠાણી ઉઘરાણી તેમજ વેપારીના પુત્રના અપહરણ મામલે વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ નોંધવવા પ્રકરણમાં વ્યાજખોરના પુત્રએ મોરબીના પાટીદાર પરિવારના ઘરમાં સળગતા સુતળી બૉમ્બ નાખવાની સાથે આ પરિવારનો પીછો કરી આખા પરિવારને જાનથી મારી નાખવા ધમકી આપવામાં આવતા બનાવ અંગે વ્યાજખોરના પુત્ર સહિતના અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી શહેરના કન્યા છાત્રાલય રોડ ઉપર પંચવટી સોસાયટીમાં રહેતા જયભાઈ પ્રવીણભાઈ અંબાણીએ આરોપી માધવ દિનેશ મકવાણા રહે. ધર્મ સૃષ્ટિ સોસાયટી, કંડલા બાયપાસ તેમજ અજાણ્યા બે એક્ટિવા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, અગાઉ તેઓએ તેમજ તેમના પિતાએ આરોપી માધવાના પિતા વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હોય આરોપીઓ તેમજ તેમના માણસોએ બે દિવસ પૂર્વે તેમના ઘરમાં રાત્રીના સમયે સુતળી બૉમ્બ ફેંક્યો હોવાનું સીસીટીવીમા જોવા મળ્યું હતું.જેમાં સુતળી બૉમ્બ ફેંકી આરોપીઓ નાસી ગયા હતા.વધુમાં ગત તા.20ના રોજ પરિવાર સાથે ફરિયાદી તેમના સગાને હોસ્પિટલમાં જોવા ગયા બાદ પરત આવતા હતા ત્યારે આરોપી માધવ સહિતનાઓએ પીછો કરી છોટાલાલ પંપ ખાતે ગાડીમાં ડીઝલ પુરાવવા ઉભા રહેતા માધવ ત્યાં આવ્યો હતો અને ગાડી ફરતે ચક્કર મારી જયભાઈ તેમજ તેના પુરા પરિવારને પતાવી દેવાની ધમકી આપી ઘર સુધી પીછો કરી રેકી કરી હોવાની ગંભીર ફરિયાદ નોંધાવતા સીટી એ ડિવિઝન પોલીસે તમામ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.