ચાર મહિનાનું વ્યાજ ચડી જતા ફડસર બોલાવી પઠાણી ઉઘરાણી કરતા ફરિયાદ મોરબી : મોરબી તાલુકાના ફડસર ગામે રહેતા વ્યાજખોર પાસેથી મહિને પાચ ટકા ઉંચા વ્યાજે પૈસા લેનાર રાજકોટનો યુવક છેલ્લા ચાર મહિનાથી વ્યાજ નહિ ચૂકવી શકતા વ્યજખોરે યુવકને બોલાવી અત્યારે જ પૈસા આપી દેવા જણાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટના મોરબી રોડ જકાતનાકા પાસે રહેતા રીક્ષા ચાલક ભગવાનભાઈ નાગાજણભાઈ બાળા ઉ.45એ મોરબી તાલુકાના ફડસર ગામે રહેતા આરોપી દેવજીભાઈ કાળાભાઈ બાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ફરિયાદીએ આરોપી દેવજીભાઈ પાસેથી 4 લાખ રૂપિયા 5 ટકા માસિક વ્યાજે લીધા હતા.જેમાં છેલ્લા ચાર મહિનાથી મહિને 20 હજાર લેખે રૂપિયા 80 હજાર ચૂકવી નહિ શકતા આરોપી દેવજીભાઈએ ફરિયાદી ભગવાનભાઈને ફડસર ગામે બોલાવી અત્યારે જ પૈસા આપી દે નહિ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતા બનાવ અંગે ભગવાનભાઈએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે નાણાં ધીરધારની કલમ તેમજ બીએનએસ કાયદા મુજબ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.