મોરબી : વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણીના ભાગરૂપે મોરબીની શાન ગણાતી યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજ ખાતે 20 ફેબ્રુઆરી શુક્રવારના રોજ સવારે 9:00 કલાકે 'માતૃભાષા મહોત્સવ-2026'નું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજ, મોરબીના સંયુક્ત ઉપક્રમે આ પ્રેરક વ્યાખ્યાન યોજાશે. આ કાર્યક્રમમાં માતૃભાષાનું ગૌરવગાન કરવામાં આવશે. કોણ કોણ આપશે હાજરી?આ કાર્યક્રમમાં પ્રેરણા પાથેય તરીકે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડૉ. ભાગ્યેશ જ્હા ઉપસ્થિત રહેશે. વક્તા તરીકે વડોદરા સેન્ટ્રલ યુનિવર્સિટીના ડૉ. રાજેશ મકવાણા અને રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડૉ. જે.એમ. ચંદ્રવાડિયા પ્રવચન આપશે. આ ઉપરાંત, મુખ્ય અતિથિ તરીકે ડૉ. જયંતિભાઈ ભાડેશિયા ઉપસ્થિત રહેશે તેમજ સંચાલક તરીકે ડૉ. કવિતાબા ઝાલા અને સંયોજક તરીકે ડૉ. રામ વારોતરિયા સેવા આપશે.ભાવભીનું આમંત્રણઆ કાર્યક્રમમાં પધારવા માટે યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજના આચાર્ય ડૉ. રામ વારોતરિયા અને ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. મોરબીના સાહિત્ય પ્રેમીઓ અને વિદ્યાર્થીઓને આ વ્યાખ્યાનનો લાભ લેવા અનુરોધ કરાયો છે.