રાત્રે 8 વાગ્યે મોરબી BAPS સ્વામિનારાયણ મંદિરે રવિ સભાનું આયોજન મોરબી : આજે તારીખ 12 મે ને રવિવારે રાત્રે 8 થી 10 કલાકે મોરબીના BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે રવિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રવિ સભામાં વક્તા જ્ઞાનનયન સ્વામી 'અબુધાબી મંદિર નિર્માણ ગાથા' ઉપર પ્રેરક પ્રવચન આપશે જેમાં આરબ દેશમાં અબુધાબીની ભૂમિ પર નિર્માણ પામેલા BAPS સ્વામિનારાયણ મંદિરના સેવા, સમર્પણ અને શ્રદ્ધાના પ્રસંગોની વાત શ્રોતાઓને કરવામાં આવશે. રવિ સભા પૂર્વે સાંજે 7 થી 8 વાગ્યા દરમિયાન મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો આ રવિ સભામાં પધારી પ્રેરક પ્રવચનનો લાભ લેવા સંત મંડળ વતી સાધુ આત્મકીર્તિદાસ તથા સાધુ હરિસ્મરણ દાસ સ્વામીએ સૌને હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે.