સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ તથા ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા આયોજન મોરબી : સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ તથા ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા આગામી તા.16 જુલાઈના રોજ ગર્ભવિજ્ઞાન અને અષ્ટાંગ આર્યુવેદ પર વ્યાખ્યાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીમાં પ્રથમવાર સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ તથા ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા ગર્ભવિજ્ઞાન અને અષ્ટાંગ આર્યુવેદ પર વ્યાખ્યાન કાર્યક્રમ આગામી તા.16 જુલાઈને શનિવારના રોજ બપોરે4થી6 કલાકે ધન્વંતરી ભવન, વૈધા સભા હોલ,કાયાજી પ્લોટ - 3,મહેશ હોટેલ વાળી શેરી,હનુમાનજી મંદિર પાસે,મોરબી ખાતે યોજાશે.વૈદ્ય મેહુલભાઈ આચાર્ય વક્તા તરીકે હાજર રહેશે.વધુ માહિતી માટે મો.9825882241, 9664564087 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.