મોરબી : ‘ભગવત ગીતાથી આનંદની પ્રાપ્તિ’ વિષય પર આગામી તારીખ 5 જુલાઈ ને શુક્રવારના રોજ સાંજે 5 થી 7 વાગ્યા દરમિયાન મોરબીના ટીંબડી પાટીયા પાસે પાટીદાર ટાઉનશિપ નજીક આવેલા શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબા ખાતે પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમમાં GIVEના ફાઉન્ડર અને ચેરમેન ડો. વૃંદાવન ચંદ્ર દાસ ઉપસ્થિત રહીને ‘ભગવત ગીતાથી આનંદની પ્રાપ્તિ’ વિષય પર રસપ્રદ પ્રવચન આપશે. સાથે જ સત્સંગમાં ભક્ત ભાગવત ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં ગીતા ઉપદેશ, સંકિર્તન અને સવાલ-જવાબ સહિતના સેશન યોજાશે. આ કાર્યક્રમમાં નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે તો મોરબીવાસીઓને આ પ્રવચનનો લ્હાવો લેવા આમંત્રણ પાઠવાયું છે.