ટંકારા : ટંકારાના વાનપ્રસ્થાશ્રમી આયુર્વેદના ડિલેટની પદવી પ્રાપ્ત કરી ચાર વેદોનુ ગુજરાતીમા ભાષાંતર કરનાર રિટાયર્ડ પ્રોફેસર દયાલમુનીજી અને તેમના પત્નીએ 87 વરસની ઉંમરે ઘરે રહીને કોરોનાને હંફાવ્યો છે. હાલમાં કોરોના વાયરસની બીજી લહેરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે ગત તા. 22/4/2021ના રોજ આર્ય સમાજના વિદ્વાન, ચાર વેદોનું ગુજરાતીમાં ભાષ્ય ભેટ આપનાર આયુર્વેદાચાર્ય પ્રો. દયાલમુનીજી આર્ય તથા તેમના ધર્મપત્નિને કોરોના પોઝીટીવ આવતા આર્ય સમાજમાં ચિંતાની લાગણી જન્મી હતી. ત્યારે દયાલમુનીજીએ હોસ્પીટલમાં દાખલ થવા ઈન્કાર કરી ઘરે જ રહીને કોરોનાને હરાવવાનો દ્રઢ નિર્ણય કર્યો હતો. તેઓએ ઘરે ડૉ. ભુપેન્દ્ર બી. શેઠ, ડૉ. બિપીન ભીમાણી, ડૉ. હિતેષભાઈ ઘેટીયાની રુબરુ તથા ટેલીફોનિક, વિડીયો કોલથી તબીબી સેવા પ્રાપ્ત કરી હતી. રેપીડ ટેસ્ટ, ઓક્સીમીટર તથા જરુરી દવાઓની યોગેશ રાઠોડ તથા પરેશ કોરિંગાએ વ્યવસ્થા કરેલ આપી હતી. તેમજ હીનાબેન ધીરજભાઈ બારૈયાએ વૃદ્ધ દંપતીને અનુકુળ ભાવતા ભોજનની સેવા આપેલ હતી. આ રીતે સૌનો સાથ મળતા વયોવૃદ્ધ દંપતિએ દ્રઢતાથી કોરોનાનો સામનો કરી કોરોનાને હરાવતા આર્ય સમાજને રાહતનો અનુભવ થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે દાદા અને દાદી એકાંત વાનપ્રસ્થાશ્રમ જીવન ટંકારામા પસાર કરે છે અને કર્મભૂમિ ટંકારાનુ ઋણ અદા કરવા રીટાયર્ડ થયા બાદ શ્રેષ્ઠ જીવન આર્યવીરો અને ટંકારાના જનજન માટે કાર્યરત રહયા છે.