મોરબી જલારામ પ્રાર્થના મંદિરના સદાવ્રતમાં લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી મોરબી : જન્મદિવસ પર નિરર્થક ખર્ચ કરવાને બદલે લોકોને મદદરૂપ બની જન્મદિવસની ઉજવણી કરી લોકોને સેવાનો રાહ ચિંધવા મોરબી સતવારા સમાજના અગ્રણીએ મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રતમાં લોકોને જમાડી જન્મદિવસની ઉજવણી કરી હતી. વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવા યજ્ઞ ચલાવવામાં આવે છે. ત્યારે બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા સતવારા સમાજના અગ્રણી મયુરભાઈ દયારામભાઈ કંઝારીયા દ્વારા તેમના ૩૭માં જન્મદીનની ઉજવણી સદાવ્રતમા મહાપ્રસાદ યોજી કરવામાં આવી હતી. તેઓએ સહપરિવાર ઉપસ્થિત રહી પોતાના હસ્તે પ્રસાદ વિતરણ કર્યુ હતુ. પ્રવર્તમાન સમયે લોકો પોતાના જન્મદીનની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે.ત્યારે મોરબીના મયુરભાઈ કંઝારીયાએ સેવા કાર્યમાં સહયોગ આપી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સમાજને નવો રાહ ચિંધ્યો છે. તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિરના ગીરીશભાઈ ઘેલાણી,ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ,ચિરાગ રાચ્છ, અનિલભાઈ રાચ્છ, હસુભાઈ પંડિત, પપ્પુભાઈ ચંડીભમર, દીનેશભાઈ સોલંકી સહીતના અગ્રણીઓએ અભિનંદન સહ જન્મદીનની શુભકામના પાઠવી હતી.