કાર્યક્રમમાં ધારાસભ્ય દુર્લભભાઈ દેથળીયા, મોરબી મનપા કમિશ્નર સ્વપ્નિલ ખરે, ડેપ્યુટી કમિશ્નર સંજય સોની સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યામોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા તા. 23 એપ્રિલના રોજ વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે વાંચવું એટલે જગત જીતવું ! વિષય પર જય વસાવડાના વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્ય દુર્લભભાઈ દેથળીયા આ ઉપરાંત ડી.સી.એફ. ચિરાગ અમીન, જિલ્લા પુરવઠા અધિકારી જૈમીન કાકડીયા, ડેપ્યુટી ડી.ડી.ઓ. ભટ્ટ સાહેબ, મહાનગર પાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે, ડેપ્યુટી કમિશ્નર સંજય સોની, કુલદીપસિંહ વાળા ઉપસ્થિત રહ્યા હતા. આ દરમ્યાન જય વસાવડાએ જણાવ્યું હતું કે, આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે છે તે સારી બાબત છે. આવા કાર્યક્રમો થવા જોઈએ. લોકોને વાંચન પ્રત્યે રસ વધે અને લોકો કોઈપણ ગમતા પુસ્તકો વાંચે અને લાઈબ્રેરીનો પણ ઉપયોગ કરે તેમ જણાવ્યું હતું.આ ઉપરાંત કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં આટલા લોકો જોડાયા એ ખૂબ આનંદની વાત છે. હજી પણ અમારા દ્વારા વર્ષ દરમ્યાન કાર્યક્રમનું આયોજન કરેલ છે. જેમાં સંસ્કૃતિ કાર્યક્રમો દર 15 દિવસે અથવા મહિને યોજીશું અને મનોરંજનના કાર્યક્રમોમાં વક્તાઓને બોલાવી કાર્યક્રમોનું આયોજન કરીશું.