40 ગાડી અને 2 મોટી બસ સહિતના વાહનો રેલી સ્વરૂપે નીકળ્યા મોરબી : જેતપર ખાતે ચાલી રહેલા ખેડૂત આંદોલનને અન્ય વિસ્તારોમાંથી પણ વ્યાપક સમર્થન મળી રહ્યું છે. આજે સરવડ ગામેથી લોકોનું એક મોટું જૂથ જેતપર ખેડૂત આંદોલનને પોતાનો ટેકો જાહેર કરવા માટે રવાના થયું છે.આ સમર્થન કાફલામાં 40 જેટલી ગાડીઓ અને 2 મોટી બસનો સમાવેશ થાય છે. અંદાજે 700 લોકો સરવડ ગામેથી એકસાથે નીકળી ચૂક્યા છે, જે સીધા જ જેતપર પહોંચીને ખેડૂતોના આંદોલનમાં સહભાગી થશે. આસપાસના ગામોમાંથી મળી રહેલા આ પ્રકારના મોટા સમર્થનને કારણે ખેડૂત આંદોલન વધુ મજબૂત બની રહ્યું છે.#Morbi #MorbiUpdate #Jetpar #KhedutAndolan #FarmersProtest #Sarvad #GujaratFarmers #MorbiNews