મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે 23 જગ્યાઓ ઉપર ભરતી કરવા માટે ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતાં. જેમાં મોટી સંખ્યામાં ઉમેદવારોએ ઉમટી પડી ઇન્ટરવ્યૂ આપ્યું હતું. મોરબી મહાપાલિકા દ્વારા કોન્ટ્રાકટ બેઇઝ ભરતીનો પણ ધમધમાટ ચલાવવામાં આવી રહ્યો છે. જેમાં 8 કોમ્પ્યુટર ઓપરેટરની જગ્યા માટે 20 અરજીઓ મળી હતી. જ્યારે બેક ઓફિસની 15 જગ્યા માટે 125 અરજીઓ મળી હતી. આ માટે આજે ઇન્ટરવ્યૂની પ્રક્રિયા યોજવામાં આવી હતી. ઘણા લોકો સીધા ઇન્ટરવ્યૂ આપવા જ આવ્યા હતા. તેઓને પરત ફરવું પડ્યું હતું.