બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી માળીયા : માળીયા તાલુકાના મોટા દહીંસરા ગામે અગાઉ થયેલ ઝઘડાને કારણે પોલીસ ફરિયાદ નોંધાવી હોય તેનો ખાર રાખવાની સાથે પૈસાની લેતીદેતીમાં પાઇપ-છરી વડે મારામારી થતા બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવવામાં આવી છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયાના મોટા દહીંસરા ગામે રહેતા અને ખેતીકામ કરતા ફરિયાદી ક્રીપાલસિંહ વિશુભા જાડેજાએ અગાઉ અજયસિંહ ભાવુભા જાડેજા અને કર્મરાજસિંહ મંગળસિંહ ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હોય તે બાબતનો ખાર રાખી બન્ને આરોપીઓએ પાઇપ વડે ક્રિપાલસિંહ ઉપર હુમલો કરી ઈજાઓ પહોંચાડતા ક્રિપાલસિંહે માળીયા પોલીસ મથકમાં બન્ને વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.જયારે સામાપક્ષે કર્મરાજસિંહ મંગળસિંહ ઝાલાએ આરોપી ક્રીપાલસિંહ વિશુભા જાડેજા વિરુદ્ધ માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે તેઓએ અગાઉ આરોપી ક્રિપાલસિંહ પાસેથી ઉછીના નાણાં લીધા હોય ઝઘડો કરી છરીનો ઘા ઝીકી જાનથી મારી નાખવા ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.