મોરબી : મોરબીના પીપળી રોડ પર સ્ટ્રોબેરી સિરામિકની બાજુમાં ભગુભાઈ સિદાભાઈ મકવાણા તેમજ વિજયાબેન દામજીભાઈ મકવાણાની દેખરેખ હેઠળ દરરોજ ૫૦૦-૬૦૦ મજૂર અને જરૂરિયાતમંદ લોકોનું રસોડું ચાલુ છે. જેમાં રસોયા તરીકે બળવંતભાઈ પ્રજાપતિ, કલ્પેશભાઈ મિસ્ત્રી અને આશાપુરા નાસ્તા હાઉસ રફાળેશ્વર સેવા આપી રહ્યા છે તથા દામજીભાઈ, રમણીક, પ્રિન્સ, નાનજીભાઈ, મુન્નાભાઈ, મધુવન વગેરે લોકો સેવા આપી રહ્યા છે. જેમાં દાતાઓ દેવજીભાઈ પરેચા (તાલુકા પં.સદસ્ય), જયાબેન દેવજીભાઈ પરેચાં, વિજયાબેન દામજીભાઈ મકવાણા (તા.પં.સદસ્ય), મુન્નાભાઈ સોલંકી, ભરતભાઈ રબારી (ઘુન્ટું), અનિલ સુસરા (બાલ ગોપાલ ડેરી), પરેશભાઈ સોલંકી (ખુશી લેબોરેટરી), હસમુખભાઈ ગોહેલ, ડાયાભાઈ વશરામભાઇ, પારઘી (પીપળી), જયેશ વાઘેલા (પીપળી), લક્ષ્મણભાઈ ગોવિંદભાઈ ડાભી, કરશનભાઈ વીરાભાઇ મકવાણા, નિલેશભાઈ પટેલ (રંગપર), શ્રી રાધે મિનરલ વોટર, મહેશભાઈ ભીખાભાઈ પાચિયા તથા ઈશ્વરભાઈ ચૌહાણ દ્વારા આર્થિક સહયોગ આપવામાં આવ્યો હતો.