મોરબી : મોરબીના લીલાપર રોડ ઉપર ભંગરના ડેલામાં ખુલ્લી જગ્યામાં સુતેલા મજૂરી કામ કરતા યુવાન ઉપર વહેલી સવારે ટાટા 407 મીની ટ્રકનું વ્હિલ ફરી વળતા કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના લીલાપર રોડળ ઉપર આવેલ ડેલામાં છેલ્લા એકાદ માસથી મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશન જાંબુઆ જિલ્લાના શબુભાઈ દેવાભાઈ ખડીયા નામનો યુવાન ખુલ્લી જગ્યામાં સૂતો હતો ત્યારે વહેલી સવારે જીજે - 19 - વાય - 2588 નંબરના ટાટા 407 વાહનના ચાલક લાલભાઈ ગણવાએ આગળ પાછળ જોયા વગર વાહન હંકારતા શબુભાઈના માથા ઉપર વ્હિલ ફરી વળતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકના ભાઈ રાજેશ દેવાભાઈ ખડીયાએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ટાટા 407 વાહનના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.