રાજસ્થાની યુવકે ખડમાં છાટવાની દવા પી જિંદગીનો અંત આણ્યોમોરબી : ક્ષણિક ગુસ્સામા વ્યક્તિ ક્યારેક ન કરવાનું કરી બેસે છે, આવા જ એક કિસ્સામાં મોરબીના નીચી માંડલ ગામની સીમમાં પોલીપેક કારખાનામાં કામ કરતા રાજસ્થાની યુવકને મોબાઈલના વાતચીત દરમિયાન પત્ની સાથે બોલાચાલી થતા ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના નીચી માંડલ ગામની સીમમાં આવેલ લોમેન્ટો સિરામિક ફેકટરીમાં કામ કરતા મૂળ રાજસ્થાન ઉદેપુરના વતની સમરતભાઈ સોમાભાઈ ભગોરા ઉ.30 ગત તા.30 ઓગસ્ટના રોજ પોતાના પત્ની સાથે મોબાઈલમાં વાતચીત કરતો હતો ત્યારે પત્ની સાથે બોલાચાલી થતા લાગી આવતા કંપનીમાં પડેલી ખડમાં છાંટવાની દવા પી લેતા સારવાર દરમિયાન તા.1 સપ્ટેમ્બરના રોજ મૃત્યુ નીપજ્યું હતું.આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.