મોરબી : મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં આવેલ રોલટાસ પેપરમિલમા બોરમિલ મશીનમાં આવી જતા પવનકુમાર મહેશપ્રસાદ ઉ.37 નામના શ્રમિકનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.