મોરબી : મોરબીના રંગપર ગામની સીમમાં આવેલ એપ્રિકોન સીરામીક કારખાનાના ડસ્ટ કલેક્શન ટાંકી ઉપર ચડેલ સુનિલભાઇ રમેશભાઇ મેળા ઉ.૧૯ નામનો શ્રમિક અકસ્માતે ટાંકી ઉપરથી નીચે પટકાતા ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.