પાણીની મોટર રીપેર કરવા શ્રમિક કૂવામાં ઉતર્યો હતો : ફાયર વિભાગે મૃતદેહ બહાર કાઢ્યોમોરબી : ગોર ખીજડિયા ગામે પાણીની મોટર રીપેર કરવા કૂવામાં ઉતરેલા શ્રમિકનું ડૂબી જતાં મોત નીપજ્યું છે. ફાયર વિભાગને આ અંગે જાણ કરાતા તેઓએ શ્રમિકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.પ્રાપ્ત વિગતો અનુસાર બપોરે 03:36 કલાકે ફાયરકંટ્રોલ રૂમમાં ગોરખીજડિયા ગામના જાગૃત સરપંચ દ્વારા જાણ કરવામાં આવેલ કે ગોરખીજડિયા ગામની જેપુર મોરાવાડી વિસ્તારના વાડી માલિક રમેશભાઈ વનુંભાઈ ગોરિયા વાડીમાં કામ કરતો શ્રમિક સુબેસિંગ ઉર્ફે મૂકો કેરુંભાઈ દેવકિયા ઉ.વ.૨૬ મૂળ ગામ અડવાના, મધ્યપ્રદેશવાળો કુવામાં મોટર રિપેર કરવાં જતા પાણીમાં ડૂબી ગયો છે.ફાયર વિભાગની ટીમે તુરંત ઘટના સ્થળે પહોંચી કૂવામાંથી તેનો મૃતદેહ બે કલાકની ભારે જહેમત બાદ બહાર કાઢ્યો હતો અને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો.