હળવદ : હળવદ જીઆઇડીસી વિસ્તારમાં મીઠાના કામ સાથે જોડાયેલ એક વ્યક્તિએ કોઈ અગમ્ય કારણોસર જીઆઇડીસી સામે લીમડાના વૃક્ષ સાથે લટકી જઈ ગળેફાંસો ખાઈ લીધો છે.જાણવા માટે વિગતો મુજબ મૂળ મધ્યપ્રદેશના અને હાલ હળવદ જીઆઇડીસીમાં મીઠાનું કામ કરતા સોનુભાઈ ભદાભાઈ આદિવાસી ઉંમર વર્ષ 45 આજે બપોર બાદ કોઈ અગમ્ય કારણોસર જીઆઇડીસી સામે આવેલ રેલવેના પાટા ઓળંગી બાજુમાં આવેલ વાડીના શેઢા પર લીમડાના વૃક્ષ સાથે લટકી જઈ આપઘાત કરી લીધો છે. બીજી તરફ બનાવની જાણ હળવદ પોલીસને થતા પોલીસ જવાનો ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી છે.