મોરબી : મોરબી જિલ્લા કોળી સમાજની એક મિટીંગનું આયોજન આગામી તારીખ 1 ડિસેમ્બર ને રવિવારના રોજ કરવામાં આવ્યું છે. રવિવારે સાંજે 5 વાગ્યે મોરબી કલેક્ટર કચેરી પાછળ આવેલી કોળી સમાજની વિદ્યાર્થી બોર્ડિંગ ખાતે કોળી સમાજની આ મિટીંગ મળશે. જેમાં સમાજને લગતાં પ્રશ્નોની ચર્ચા વિચારણા કરવામાં આવશે. તો આ મિટીંગમાં મોરબી, માળિયા, હળવદ, વાંકાનેર, ટંકારાના કોળી સમાજના ભાઈઓને ઉપસ્થિત રહેવા જણાવાયું છે.