મોરબી : મોરબીના વાવડી રોડ પર યુવાન પર ત્રણ શખ્સોએ જુના મનદુઃખનો ખાર રાખીને છરીથી હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાતા એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ન્યુ રેલવે કોલોની પાસેના ગોપાલપરામાં રહેતો જીજ્ઞેશભાઈ ઉર્ફે જીગો રૈયાભાઈ ટોયટા ઉ.વ.24 નામનો યુવાન ગઈકાલે વાવડી રોડ ઉપર આવેલ બંસી ડિલક્સ પાનની દુકાન નજીક હતો તે સમયે તેમની સાથે અગાઉના જુના મનદુઃખમાં થયેલી પોલીસ ફરિયાદનો ખાર રાખી આરોપીઓ એજાજ નૂરમામદ જામ, રફીક નૂરમામદ તથા ચિરાગ કોળી નામના ત્રણ શખ્સોએ તેમના પર છરીથી હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આથી આ બનાવ અંગે યુવાને ત્રણ શખસો સામે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en