મોરબી : હાલ પવિત્ર પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે. ત્યારે મોરબીના ગંગાદર્શન એપાર્ટમેન્ટમાં પુરુષોત્તમ માસની ઉજવણી કરવામાં આવી રહી છે. જે નિમિતે આજે કાન ગોપીનો કાર્યક્રમ યોજાયો હતો. મોરબીના ગંગાદર્શન એપાર્ટમેન્ટમાં કાન ગોપીના કાર્યક્રમ અંતર્ગત રાધા અને કૃષ્ણનું નાના બાળકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નાના બાળકોથી માંડીને મોટા વડીલો પણ જોડાયા હતા. સાથે જ ગંગા દર્શન એપાર્ટમેન્ટના લોકોએ સાથે મળીને ભગવાન પુરુષોત્તમની પૂજા કરવામાં આવી હતી.