મોરબી : મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે ઉપર બંધુનગર નજીક જીજે-13-એએક્સ- 9698 નંબરના ડમ્પર ચાલકે બાઈક લઈને જઈ રહેલા જોધપર નદી ગામના જગદીશભાઈ લક્ષમણભાઈ ઉભડિયા ઉ.30 નામના યુવાનને હડફેટે લઈ અકસ્માત સર્જી દૂર સુધી ઢસડી ગંભીર ઇજાઓ પહોંચાડી નાસી છૂટતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.