મોરબી : મોરબી તાલુકાના બંધુનગર નજીક જીજે-13-એડબલ્યુ-7295 નંબરના કાળમુખા ડમ્પર ચાલકે માણસોની જીંદગી જોખમાય તે રીતે બેફકરાઇથી બેદરકારી ભરી રીતે પોતાનું ડમ્પર ચલાવી બાઈક લઈને જઈ રહેલા પશ્ચિમ બંગાળના વતની અને હાલમાં મોરબીમાં સીરામીક ફેકટરીમાં નોકરી કરતા બિકાસ જગદીશ બરમનઉ.38 નામના યુવાનને હડફેટે લઈ ટાયરના જોટામાં લઈ લઈ ઢસડી જતા ગંભીર ઈજાઓ પહોંચતા બીકાસભાઈ મૃત્યુ નીપજ્યું હતું. આ અકસમાત સર્જ્યા બાદ ડમ્પર ચાલક બનાવ સ્થળે ડમ્પર રેઢું મૂકી નાસી ગયો હતો. ઘટના અંગે મૃતકના કૌટુંબિક કાકા ગોવિંદ ખોકારામ બરમને મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.