મુસ્લિમ બિરાદારોએ સામુહિક નમાઝ અદા કરી એકમેકને ગળે ભેટી ઈદની મુબારકબાદી આપી મોરબી : મોરબીમાં આજે બકરી ઈદની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી અને ઈડનું ભવ્ય ઝૂલુસ નીકળ્યું હતું.મુસ્લિમ બિરાદારોએ સામુહિક નમાઝ અદા કરી એકમેકને ગળે ભેટી ઈદની મુબારકબાદી આપી હતી. મોરબીમાં મુસ્લિમ બિરાદરો દ્વારા આજે બકરી ઈદની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. અને જુમ્મા મસ્જિદ ખાતેથી ઈદનું ભવ્ય ઝૂલુસ કાઢવામાં આવ્યું હતું. જેમાં મુસ્લિમ સમાજના ધર્મગુરુ રસીદમિયા મદનીમિયા બાપુ સહિત મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા અને ઈદનું ઝૂલુસ જુના બસ સ્ટેન્ડ પાસે આવેલી ઇદગાહ દરગાહ ખાતે પહોંચી જ્યાં મુસ્લિમ બિરાદરોએ સામુહિક નમાઝ અદા કરી અલ્લાહ પાસે કાયમ અમન-શાંતિ દુઆ માંગી હતી અને ત્યાંથી પરત ફરી મોરબીના નહેરુ ચેઈટ ચોક સહિત મુખ્યમાર્ગો ઉપર ઝૂલુસ ફરી શક્તિ ચોક ખાતે હૈદરી મસ્જિદ ખાતે પૂર્ણ થયું હતું.