200 જેટલા ઉમેદવારો હાજર રહેશે હળવદ : હળવદમાં આવતીકાલ શનિવારના રોજ મહર્ષિ ગુરુકુલ કેમ્પસમાં નોકરી મેળોનું આયોજન કરવામાં આવ્યુ છે.જેમાં આઇ.ટી.કંપનીઓ દ્વારા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.જેમાં 200 જેટલા ઉમેદવારો હાજર રહેશે. આવતીકાલે તા.2ને શનિવારના રોજ મહર્ષિ ગુરુકુલ કેમ્પસમાં નોકરી મેળોનું આયોજન કરવામાં આવ્યું છે.હળવદમાં આઇ.ટી.કંપનીઓ દ્વારા જોબ આપવા માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.આશરે 200 જેટલા નોકરી ઈચ્છુક ઉમેદવારો હાજર રહેવાના છે.તેઓએ લેખિત - મૌખિક કસોટી આપ્યા બાદ બધા ઉમેદવારોને આવતીકાલે પસંદગી થવાની છે.મહર્ષિ ગુરુકુળના આંગણે બેરોજગાર ઉમેદવારોને રોજગારી મળે એવા હેતુથી જોબ ફેરનું આયોજન થયું છે.આવતીકાલે 11:45 કલાકે ઓપનિંગ સેરેમનીમાં હાજરી રહેવા લોકોને આમત્રંણ આપવામાં આવ્યું છે.નોકરી મેળાના અંતે ભોજનની પણ વ્યવસ્થા કરાઈ છે.