મોરબી : મોરબીના સો ઓરડી મેઈન રોડ તેમજ યમુનાનગર વિસ્તારમાંથી સીટી બી ડિવિઝન પોલીસ અને એલસીબી ટીમે બે અલગ અલગ દરોડામાં બે યુવાનને બિયરના ડબલા સાથે પકડી પાડી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસે સો ઓરડી મેઈન રોડ ઉપરથી કિંગ ફિસર બ્રાન્ડ બિયરના ત્રણ ડબલા કિંમત રૂપિયા 300 સાથે આરોપી રવિ રાજુભાઇ રાઠોડને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.જ્યારે બીજી કાર્યવાહીમાં એલસીબી ટીમે નવલખી રોડ યમુનાનગરમાં આરોપી આંનદભાઈ ઉર્ફે લાલાભાઈ દામોદરભાઈ રાયગગલાના રહેણાંક મકાનમાં દરોડો પાડી કિંગ ફિસર બ્રાન્ડ બિયરના 11 ડબલા કિંમત રૂપિયા 1100 કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.