મોરબી : મોરબીમાં મુસ્લિમ સમાજ દ્વારા કરબલાના શહીદોની યાદમાં મહોરમ પર્વની અસ્થભેર ઉજવણી કરવામાં આવી હતી અને મુસ્લિમ સમાજ દ્વારા મહોરમ પર્વ નિમિત્તે વિશાળ તાજિયા ઝૂલુસ નીકળ્યું હતું. મોરબીમાં મુસ્લિમ સમાજ દ્વારા ભારે શ્રદ્ધા અને માતમના પર્વ ગણાતા મહોરમ નિમિતે ગઈકાલે વિવિધ વિસ્તારોમાંથી નીકળીને કલાત્મક તાજિયાઓ આજે પડમાં આવ્યા હતા. જુદાજુદા વિસ્તારમાંથી નીકળેલા 11 તાજિયાઓનું ઝૂલુસ શહેરના માર્ગો ઉપર કાઢવામાં આવ્યું હતું અને યુવાનોએ યા હુશૈનના નારા સાથે કરતબો દર્શાવ્યા હતા. બાદમાં તમામ તાજીયાઓ નહેરુગેઇટ ચોકમાં એકઠા થયા હતા અને શ્રધ્ધાળુઓએ માનતા પણ ઉતારી હતી.તેમજ મોડેથી તાજિયા ટાઢા થયા હતા.