મોરબી : અયોધ્યામાં રામ મંદિર ખાતે શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ રહી છે. સમગ્ર દેશ રામમય બની ગયો છે. ઠેર-ઠેર દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. સોસાયટી, ઘર, મંદિરો અને શહેરોને રોશની કરીને, રંગોળી કરીને સજાવવામાં આવી રહ્યા છે ત્યારે મોરબીના રવાપર ગામ પાસે આવેલી વેલકમ પ્રાઈડ ટાઉનશીપ ખાતે ભગવાન શ્રીરામની વિશાળ રંગોળી બનાવવામાં આવી હતી. આ ટાઉનશીપમાં 20 X 14 ફીટની ભગવાન શ્રીરામની પ્રતિકૃતિ સાથેની રંગોળી બનાવવામાં આવી હતી. વિશાળ રંગોળી જોઈને રામ ભક્તો પણ અભિભૂત થયા હતા.