ક્રાઈમ બ્રાન્ચની ટીમે 4944 વિદેશી દારૂના ચપલા, આઇસર ટ્રક સહિત રૂ.22.28 લાખના મુદ્દામાલ સાથે બે આરોપી ઝડપી લીધાવાંકાનેર : મોરબીના થર્ટી ફર્સ્ટની ઉજવણી પૂર્વે જ પોલીસે સપાટો બોલાવી દેશી - વિદેશી દારૂના ધંધાર્થીઓ પર સઘન ધોસ બોલાવ્યા બાદ આ કાર્યવાહી યથાવત ચાલુ રાખી છે. રવિવારે વાંકાનેર - જડેશ્વર રોડ પર રાતીદેવડી નજીક ક્રાઈમ બ્રાન્ચની ટીમે આઇસર ટ્રકમાં પુઠ્ઠાની આડમાં લઈ જવાતો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી લઈ રૂ.22.28 લાખના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી લીધા હતા.મોરબી ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળેલી બાતમીને આધારે વાંકાનેર - જડેશ્વર રોડ પર વોચ ગોઠવી રાતીદેવડી નજીક આવેલ સંગમ વોટર પાર્ક પાસે દરોડો પાડી જીજે - 03 - બીવાય - 1451 નંબરના આઇસર ટ્રકને અટકાવી ચેક કરતા આઇસરના પાછળના ભાગે ચોરખાનામાંથી વિદેશી દારૂની 180 મીલી માપની 4944 બોટલ કિંમત રૂપિયા 8,10,480 મળી આવતા 12 લાખની કિંમતનો ટ્રક, બે મોબાઈલ ફોન કિંમત રૂ.10 હજાર સહિત કુલ રૂ.22,28,078નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.દરોડા દરમિયાન ક્રાઇમબ્રાન્ચની ટીમે આરોપી સબીર ઉર્ફે સબો કાસમભાઈ જામ ઉ.39 અને આરોપી સોયબ ઉમરભાઇ જામ ઉ.40 રહે.બન્ને ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર વાળાની ધરપકડ કરી હતી.આરોપીઓની પ્રાથમિક પૂછતાછમાં વિદેશી દારૂનો આ જથ્થો પુઠ્ઠાની બીલટી બતાવી મધ્યપ્રદેશ બોર્ડરથી ગુજરાતમાં ઘુસાડ્યો હોવાનું કબુલ્યું હતું.સાથે ક આઇસરમાં દારૂ છુપાવવા માટે કેબિન પાછળ ચોર ખાનું બનાવવામાં આવ્યું હોવાનું પણ આરોપીઓએ કબુલતા ક્રાઈમ બ્રાન્ચે બન્ને આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.