મોરબી ક્રાઈમ બ્રાન્ચે ઉંચી માંડલ નજીક સિરામિક ફેકટરીના પાર્કિંગમાં ઓપરેશન પાર પાડ્યુંમોરબી : મોરબી ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઉંચી માંડલ નજીક આવેલ સિરામિક ફેકટરીના પાર્કિંગમાંથી માટીની આડમાં જામનગર લઈ જવાતો વિદેશી દારૂ અને બિયરનો જંગી જથ્થો ઝડપી લઈ બે આરોપીઓની ધરપકડ કરી છે.મોરબી એલસીબી ટીમના પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરેશભાઇ હુંબલ, પૃથ્વીરાજસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઇ ફુગસીયાને બાતમી મળેલ કે, મોરબી-હળવદ રોડ ઉપર ઉચીમાંડલ ગામ પાસે આવેલ મેગાસીટી વિટ્રીફાઇડ નામના કારખાના પાર્કીંગમાં ગ્રાઉન્ડમાં એક ટાટા ટ્રક નંબર-GJ-10-Z-8099 વાળી પડેલ છે, જે ટ્રકમાં માટીની આડમાં રાજસ્થાનથી ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ અને બિયરનો જથ્થો ભરી જામનગર ખાતે લઇ જનાર છે. જે બાતમીને આધારે પોલીસ ટીમે મેગાસીટી વિટ્રીફાઇડ નામના કારખાના પાર્કીંગમાં ગ્રાઉન્ડમાં દરોડો પાડી હકીકત મુજબનો ટ્રક ચેક કરતા આરોપી વનરાજસિંહ જગદીશસિંહ જાડેજા, રહે. મુંગણી તા.જી.જામનગર અને દેવીસિંહ ગુણવંતસિંહ ગોહીલ રહે. રાભડા ચોરા વિસ્તાર તા.લાઠી જી.અમરેલી વાળાના કબ્જા વાળી ટ્રકમાંથી ઓલ્ડમંક ડીલક્ષ રમની બોટલો નંગ-72 કિમત રૂપિયા 25,200, મેકડોવેલ્સ-1 રમની બોટલો નંગ-11 કિમત રૂપિયા 3850, બ્લેક બાય બકાર્ડી રમની બોટલો નંગ-12 કિંમત રૂપિયા 4200, એઇટ પી.એમ. સ્પે. રેર વ્હીસ્કીની બોટલો નંગ-57 કિંમત રૂપિયા 17,100 અને કીંગ ફીશર બીયર ટીન નંગ-24 કિંમત રૂપિયા 2400 તેમજ 24 ટન માટી મળી આવી હતી.વધુમાં બન્ને આરોપીઓની પૂછતાછમાં વિદેશી દારૂના આ કિસ્સામાં મહીપાલસિંહ જીતેન્દ્રસિંહ કેર રહે. મુંગણી ગામ રામ મંદિર પાસે તા.જી.જામનગર અને પ્રભુજી રહે. રાજસ્થાન વાળાની સંડોવણી હોવાનું બન્ને આરોપીઓએ કબુલતા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવી ટ્રક અને મોબાઈલ ફોન સહિત કુલ 5,57,750નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.આ સફળ કામગીરી એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલ, પીએસઆઇ શ્રી.એન.એચ. ચુડાસમા, કે.એચ.ભોચીયા, એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.