મોરબી : મોરબી એલસીબી ટીમે પેટ્રોલિંગ દરમિયાન માળીયા તાલુકાના ધાટીલા ગામની ફાઠર તરીકે ઓળખાતી સીમમા તલાવડીની પાછળ બાવળની ઝાડીમાં દરોડો પાડી આરોપી વીનોદભાઇ ઉર્ફે વીનુ ચંદુભાઇ ઉપસરીયા અને સુનીલભાઇ દેવાભાઇ ઉપસરીયાની કબ્જા ભોગવટા વાળી જગ્યામાંથી 4,600 લીટર દેશી દારૂ બનાવવાનો આથો કિંમત રૂપિયા 9,200 તેમજ 200 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 4000 કબ્જે કર્યો હતો. જો કે દરોડા દરમિયાન આરોપીઓ હાજર નહીં મળી આવતા પોલીસે બન્ને વિરુદ્ધ માળીયા પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.