એલસીબી ટીમે પાડેલા દરોડામાં એક ઝડપાયો, એક ફરારમોરબી : મોરબી એલસીબી ટીમે લીલાપર ગામની સીમમાં મચ્છુ ડેમના કાંઠે બાવળની કાટમાં દેશી દારૂની મીની ફેકટરી ઉપર દરોડો પાડી એક શખ્સને 450 લીટર દેશી દારૂ તેમજ 700 લીટર આથાના જથ્થા સાથે ઝડપી લઈ દેશી દારૂના નામચીન ધંધાર્થીનું નામ ખોલાવ્યું હતું.પ્રાપ્ત વિગતો મુજબ એલસીબી ટીમે લીલાપર ગામની સીમમાં પરફેક્ટ પ્રિન્ટ પેક નામના કારખાના પાછળ મચ્છુ ડેમના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ઉપર દરોડો પાડી 700 લીટર દેશી દારૂનો આથો તેમજ 450 લીટર દેશી દારૂ મળી કુલ રૂ.1,07,500ના જથ્થા સાથે આરોપી વિશાલ કાનાભાઈ ઉઘરેજા રહે.લીલાપર ગામ વાળાને ઝડપી લીધો હતો. જ્યારે આરોપી કિરણ ઉર્ફે બેબલો નાગજીભાઈ દેગામા રહે.લીલાપર વાળો હાથ ન લાગતા બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.