શ્રી લક્ષ્મીનારાયણ મંદિરે રાત્રે ૧૨ ના ટકોરે કાનુડાનો જન્મોત્સવ ઉજવાશેમોરબી અપડેટ : ટંકારા શહેરમાં આવતીકાલે તારીખ ૪ સપ્ટેમ્બરના રોજ મચ્છુ મા મિત્ર મંડળ તથા સમસ્ત હિન્દુ સમાજ, ટંકારા દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. ભગવાન શ્રીકૃષ્ણના પ્રાગટ્ય દિનને વધાવવા માટે નગરજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.ઉત્સવને લઈને શહેરના રાજમાર્ગોનું શુશોભન કરવામાં આવ્યું છે, જ્યારે યુવા ચોક અને દેરીનાકા ખાતે આકર્ષક પ્લોટ તૈયાર કરવા યુવાનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. દયાનંદ સરસ્વતી ચોક ખાતે નગરપાલિકાની ટીમ દ્વારા વિશિષ્ટ કાર્યક્રમ યોજાશે.સવારે ૧૦ કલાકે દેરીનાકાથી શોભાયાત્રા પ્રસ્થાન કરશેજન્માષ્ટમીના દિવસે સવારે ૧૦ કલાકે દેરીનાકા ખાતેથી શોભાયાત્રા પ્રસ્થાન કરશે, જે 'નંદ ઘેર આનંદ ભયો'ના ગગનભેદી નારા સાથે શહેરના રાજમાર્ગો પર ફરીને બપોરના સમયે દેરીનાકા ખાતે પૂર્ણ થશે. આ ઉત્સવમાં સમસ્ત ધર્મપ્રેમી જનતાને સહપરિવાર જોડાવા આયોજકોની યાદીમાં જણાવાયું છે.આ ઉપરાંત ટંકારાના જગવિખ્યાત શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે રાત્રે ૧૨ ના ટકોરે નટખટ કાનુડાના અવતરણ નિમિત્તે મહાઆરતી, પલના દર્શન તથા વધાઈ કીર્તનનું આયોજન કરવામાં આવ્યું છે.રાસ-ગરબાના વિવિધ આયોજનદયાનંદ સરસ્વતી ચોક ખાતે ઢોલકના તાલે રાસની રમઝટ જામશે, ત્રણ હાટડી પાસે આવેલા યુવા ચોકમાં રાસ-ગરબાનું આયોજન કરાયું છે, જ્યારે દેરીનાકા ખાતે માલધારી સમાજના પરંપરાગત રાસ યોજાશે.