મોરબી : મોરબી-હળવદ હાઈવે ફોરલેન બનાવવાનું કામ ચાલી રહ્યું છે. ઘુંટુ ગામ પાસે પણ રોડની કામગીરી ચાલી રહી છે. ઘુંટુ ગામ પાસે હાઈવે પાસે ગટરનું કામ પણ ચાલી રહ્યું છે. ત્યારે તાજેતરમાં જ બનાવેલી ગટરમાં મસમોટો ખાડો પડી ગયો છે અને સળિયા દેખાઈ ગયા છે. ઘુંટુ ગામ પાસે પરેચા પરિવારના મંદિર પાસે ઘુંટુ ગામ જવાના રસ્તે જ આ ખાડો પડી જતાં ગામ લોકો એકઠાં થયા હતા અને રોડ અને ગટરના કામની ગુણવત્તા સામે સવાલો ઉભા કર્યા હતા.ગામ લોકોએ જણાવ્યું હતું કે, હજું આ ગટરનું કામ થોડા સમય પહેલા જ થયું છે તેમ છતાં ખાડો પડી ગયો છે ત્યારે આગળ જતાં આ ભુગર્ભ ગટરનું કામ ટકશે કે કેમ ? જો કે આ અંગે માર્ગ અને મકાન વિભાગના હિતેશભાઈ આદ્રોજાએ જણાવ્યું હતું કે, આ ગટરનું કામ તાજેતરમાં જ કરાયું છે. અહીં ગટર ઉપરથી ઓવરલોડ વાહન પસાર થવાથી આ ખાડો પડ્યો છે. આ ખાડો કોન્ટ્રાક્ટર પાસે જ રિપેર કરાવવામાં આવશે.