ક્રિકેટ, હોકી કે ફૂટબોલ કોઈપણ રમતનો સટ્ટો રમાડવામાં આવતો : એલસીબી ટીમે આઠ પરપ્રાંતીય શખ્સોને 5 લેપટોપ, 15 આઈફોન-એન્ડ્રોઇડ મોબાઈલ સહીત રૂ.2,30,200ના મુદામાલ સાથે ઝડપી લીધા, બે ફરાર મોરબી : મોરબીના સિરામીક સીટીમાં આવેલ ફ્લેટમાંથી મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે દરોડો પાડી ક્રિકેટ, હોકી કે ફૂટબોલ જેવી કોઈપણ રમત ઉપર સટ્ટો રમાડવાનું જબરું નેટવર્ક ઝડપી લઈ આઠ પરપ્રાંતીય શખ્સોને 5 લેપટોપ, 15 આઈફોન-એન્ડ્રોઇડ મોબાઈલ સહીત રૂ.2,30,200ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. જો કે દરોડા દરમિયાન મોરબીનો ફ્લેટ માલિક અને મધ્યપ્રદેશનો એક શખ્સ હાજર નહીં મળી આવતા બન્નેને ફરાર દર્શાવી કુલ 10 શખ્સ વિરુદ્ધ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો. મોરબી એલસીબી ટીમના હેડ કોન્સ્ટેબલ જયવંતસિંહ ગોહિલ, પૃથ્વીરાજસિંહ જાડેજા અને કોન્સ્ટેબલ નંદલાલ વરમોરાને સચોટ બાતમી મળી હતી કે મોરબીનો ચેતન કિશોરભાઈ પલાણ અને મધ્યપ્રદેશના ભોપાલ બેરાગઢનો આશિષ વાસવાણી નામનો શખ્સ ચેતનના સીરામીક સિટીમાં આવેલા ફ્લેટમાં ભારથી માણસો બોલાવી ક્રિકેટ, હોકી કે ફૂટબોલ જેવી કોઈપણ રમત ઉપર સટ્ટો રમાડે છે. આ સચોટ બાતમીને આધારે એલસીબી ટીમે દરોડો પાડતા સીરામીક સિટીના ફ્લેટમાંથી સુધાંશુ જગદીશ મોહનલાલ નાથાણી, સીહોર (એમ.પી.), આકાશ દીલીપભાઇ રામચંદ્ર ગુનવાની, બુરહાનપુર (એમ.પી.), સાગર રમેશ અડવાણી, બુરહાનપુર (એમ.પી.), રોહીત પ્યારેલાલ મીણા, મીટુખેડી ગામ રામમંદિરની પાછળ તા.સાહમપુર જી. સીહોર (એમ.પી.), સંજય ગોપીલાલ લોઢી, મઝહગવા વોર્ડ નં-૮ મકાન નં-૨૬/૩ પોસ્ટ ડાંગ તા.રીઠ્ઠી જી.કટની (એમ.પી.), અશોક રૂપલાલ લોઢી,મઝહગવા વોર્ડ નં-૧૦ પોસ્ટ ડાંગ તા.રીઠ્ઠી જી.કટની (એમ.પી.), શેરૂસીંગ જયસીંગ સુર્યવંશી, કાકરખેડા ઇચ્છાવર ચોકડીની બાજુમાં તા. ઇચ્છાવર જી. સીહોર (એમ.પી.) અને નીતેશ લક્ષ્મણસીંગ સેન, ખજુરીયાકલા રામ મંદિરની બાજુમાં તા.સાહમપુર જી. સીહોર નામના આરોપીઓ જુગાર નેટવર્ક ચાલવતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા. દરોડા દરમિયાન એલસીબી ટીમે ભારત - શ્રીલંકા વચ્ચે ચાલતી વનડે ક્રિક્રેટ સીરીજ મેચમાં JUPITEREXCH.COM નામની ડોમીનમાં આરોપીઓની J.P.105 વાળી આઇ.ડીમાં જુદાજુદા ગ્રાહકો સાથે ઓનલાઇન મોબાઇલ ફોનથી રન ફેરના તથા મેચની હારજીતનો જુગાર રમાડતા ઝડપી લઈ બનાવ સ્થળેથી લેપટોપ નંગ 5 કિંમત રૂપિયા 1.50 લાખ, એન્ડ્રોઇડ-એપલ મોબાઇલ નંગ-15 કિ.રૂ.75 હજાર તથા રોકડા રૂપિયા 5200 મળી કુલ રૂપિયા 2,30,200 સાથે આઠ આરોપીઓને દબોચી લીધા હતા. દરમિયાન સીરામીક સિટીના જે ફ્લેટમાં ક્રિકેટનો સટ્ટો રમાડવામાં આવતો હતો તે ફ્લેટના માલિક એવા ચેતનભાઇ કિશોરભાઇ પલાણ અને આશીષ વાસવાણી રહે. ભોપાલ બેરાગઢ (એમ.પી.) દરોડા દરમિયાન હાજર નહીં મળી આવતા એલસીબી ટીમે બન્ને આરોપીઓને ફરાર દર્શાવી કુલ દસેય આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો. આ સફળ કામગીરી ઇન્ચાર્જ એલસીબી પીઆઇ જે.કે.ચૌહાણ, પીએસઆઇ એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા અને એલસીબી-પેરોલ ફર્લો સ્ક્વોડ તેમજ ટેક્નિકલ ટીમ દ્વારા કરવામાં આવી હતી.