ફાયર બીગ્રેડ સ્ટાફે 3 કલાકના અંતે ભૂંસામાં લાગેલી આગ ઉપર કાબુ મેળવ્યો મોરબી : મોરબીના ભરતનગર નજીક કેરાળા ગામના પાટિયા પાસે આવેલ પૂંઠાના પ્લાયવુડના કારખાનામાં આજે સવારે ભીષણ આગ લાગી હતી. આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગ્રેડ સ્ટાફે તાકીદે ઘટનાસ્થળે દોડી જઇને 3 કલાકના અંતે ભૂંસામાં લાગેલી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. મોરબી ફાયર બ્રિગ્રેડના સૂત્રો પાસેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ભરતનગર પાસે આઈ.ટી.આઈ.થી આગળ કેરાળા ગામના પાટિયા પાસે આવેલ પૂંઠાના પ્લાયવુડના કારખાનામાં આજે સવારે એકાએક આગ ભભૂકી ઉઠી હતી. આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈને આગ ઉપર કાબુ મેળવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. જો કે આ કારખાનામાં ભૂસામાં આગ લાગી હોવાથી જોતજોતામાં ભૂસાનો મોટો જથ્થો આગની લપેટમાં આવી ગયી હતો. ફાયર બ્રિગ્રેડ સ્ટાફે પાણીના બે ગાડીના ફેરા કરી આગ ઉપર સતત પાણીનો મારો ચલાવીને 3 કલાકની અંતે આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. આ આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું અનુમાન છે. જો કે વહેલી સવારે કારખાનું બંધ હોય સદનસીબે જાનહાની થઈ નથી. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..