ભગવાન ભોળાનાથના દર્શન સાથે કુદરતી સૌંદર્ય વચ્ચે મેળાની મજા માણવા હજારો દર્શનાર્થીઓ પહોંચ્યાવાંકાનેર (મોરબી અપડેટ): વાંકાનેર તાલુકાના પવિત્ર યાત્રાધામ અને હજારો શ્રદ્ધાળુઓની આસ્થાના પ્રતીક સમાન જડેશ્વર મહાદેવ મંદિર ખાતે આજે શનિવારથી 3 દિવસના પારંપરિક શ્રાવણી મેળાનો ઉત્સાહભેર પ્રારંભ થયો છે. મેળાના પ્રથમ દિવસે જ વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તો અને દર્શનાર્થીઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું.શ્રાવણ માસના પાવન અવસરે ભક્તોએ દેવાધિદેવ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. દર્શન બાદ મેળામાં લોકોએ આકાશી ચકડોળ, નાની-મોટી રાઇડ્સ, વિવિધ સ્ટોલ્સ તેમજ ખાણીપીણીની ભરપૂર મજા માણી હતી. આ લોકમેળાને પગલે સમગ્ર જડેશ્વર ધામમાં ધાર્મિક અને ઉત્સવમય માહોલ છવાયો છે. #Wankaner #MorbiUpdate #JadeshwarDham #JadeshwarMahadev #ShravaniMelo #Lokmelo #ShravanMonth #WankanerNews #MorbiNews