મોરબી : આજે મહાશિવરાત્રિ નિમિત્તે મોરબીમાં આવેલા સુપ્રસિદ્ધ શ્રી સત્યેશ્વર મહાદેવ મંદિર ખાતે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉપસ્થિત રહી ભોળાનાથના દર્શનનો લ્હાવો લીધો હતો. રોશનીથી ઝગમગતા મંદિર અને મહાદેવના વિશેષ શૃંગારે ભક્તોના મન મોહી લીધા હતા.રોશની અને ફૂલોના શણગારથી મંદિર શોભી ઉઠ્યુંપવિત્ર મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે શ્રી સત્યેશ્વર મહાદેવ મંદિરને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યો હતો. સાંજના સમયે ઝળહળતી લાઈટો વચ્ચે મંદિરનો નજારો અલૌકિક લાગતો હતો. ગર્ભગૃહમાં બિરાજમાન મહાદેવના શિવલિંગ પર ગુલાબ અને ગલગોટાના પુષ્પોથી વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો અને ફળોનો ભોગ પણ ધરવામાં આવ્યો હતો.મહાઆરતીમાં ભક્તોનું કીડીયારું ઉભરાયુંમહાઆરતીના સમયે મંદિરના હોલમાં પગ મુકવાની પણ જગ્યા ન રહે તેટલી વિશાળ સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. બાળકથી લઈને વડીલો અને મહિલાઓ સહિતના હજારો ભાવિકોએ શ્રદ્ધાભેર મહાઆરતીનો લાભ લીધો હતો. સમગ્ર વાતાવરણ 'હર હર મહાદેવ' અને 'ઓમ નમઃ શિવાય'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. ભક્તોએ ભારે ભીડ વચ્ચે પણ શિસ્તબદ્ધ રીતે દર્શન કરી ધન્યતા અનુભવી હતી.