ફાયર ટીમ દ્વારા ભારે જહેમતને અંતે મોડી રાત્રે મૃતદેહ મળ્યો મોરબી : મોરબીના ટીંબડી ગામ પાસે આવેલી પાણી ભરેલી ખાણમાં ડૂબી જતાં ત્રાજપર ગામના આશાસ્પદ યુવાનનું મોત નીપજ્યું છે. યુવાન ખાણમાં ન્હાવા પડ્યો હતો કે આત્મહત્યા કરી છે તે હજુ સ્પષ્ટ થયું નથી. બનાવની પોલીસ અને ફાયરબ્રિગેડ વિભાગમાંથી જાણવા મળતી વિગતો અનુસાર મોરબી નજીક ટીંબડી ગામ નજીક આવેલી પાણી ભરેલી ખાણમાં એક યુવાન પડી ગયાનો કોલ આવતા ફાયર વિભાગની ટીમ દ્વારા યુવાનને શોધવા ઓપરેશન શરૂ કર્યું હતું. જેમાં લાઈફ જેકેટ સહિત તરવૈયાઓની ટીમ કે જેમાં ડી.ડી. જાડેજા, વિનય ભટ્ટ, ધર્મેન્દ્ર ડાભી, પેથાભાઈ, સલીમભાઈ, દિનેશ પડાયા, વિજય ડાભી, પ્રીતેશ નગવાડિયા સહિતનાઓએ મોડી રાત્રે બે વાગ્યે ભારે જહેમતને અંતે યુવકનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. મૃત્યુ પામનાર યુવક મેહુલ કિશોરભાઈ પરમાર ઉં.વ.19 ત્રાજપરનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. તાલુકા પોલીસ મથકમાંથી મળતી માહિતી અનુસાર મૃત્યુ પામનાર યુવક સરળ સ્વભાવનો હતો. ખાણમાં ન્હાવા પડેલ અને ડૂબી ગયો છે કે આત્મહત્યા કરેલ છે તે બાબતની વધુ તપાસ તાલુકા પોલીસ મથકના હેડ. કોન્સ. એસ.વી.સોલંકી વધુ તપાસ ચલાવી રહ્યા છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne