મોરબી : “હાથી ઘોડા પાલખી,જય કનૈયા લાલ કી” હજારો વર્ષોથી ભગવાન કૃષ્ણ લોક સાંસ્કૃતિકમાં એટલા જ શાશ્વત છે, એટલાજ પ્રિય છે, કૃષ્ણલીલા દ્વારા લોકો ખુબજ આનંદ મેળવે છે, એ અન્વયે શિવમ સોસાયટી, પંચાસર રોડ માં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે હિતેશભાઈ મહેમદાવાદિયા,હિરલબેન મહેમદાવાદીયા, હર્લીન મહેમદાવાદિયા, પ્રવીણભાઈ બદ્રકિયા,ભાવનાબેન બદ્રકિયા, નેહાબેન બદ્રકિયા, દેવિનભાઈ બદ્રકિયા, ભરતભાઈ કવૈયા, મિતલબેન વગેરે,કાનુડો-મિવાન મહેમદાવાદિયા ડી.જે. ના તાલ સાથે કોરોનાની ગાઇડલાઈન લોકો વચ્ચે મટકી ફોડનો કાર્યક્રમ નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી, હાથી ઘોડા પાલખીના નાદ સાથે સંપન્ન થયો હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..