મોરબી : મોરબીમાં લાયન્સ ક્લબ ઓફ સીટી દ્વારા આગામી તા. 10 જુલાઈને સોમવારે સવારે 9 થી 12 કલાકે જયદીપ કોમ્પલેક્ષ,રત્નકલા,જૂનું હીરાનું કારખાનું, પીપળીયા ચાર રસ્તા ખાતે વિનામુલ્યે નેત્રયજ્ઞ તેમજ હાડકાના દુખાવા અને દરેક પ્રકારનાં રોગોનું નિદાન અને ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ ના દાતા લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટીના પ્રમુખ કેશુભાઈ એચ. દેત્રોજા (મેતાજી)નાં સૌજન્યથી કરવામાં આવશે. આ કેમ્પનો મોરબી તેમજ આસપાસના ગામો જેવા કે માળિયા, આમરણ ચોવીસીના લોકોએ લાભ લેવા લાયન્સ ક્લબના સેક્રેટરી ટી. સી. ફૂલતરિયાએ જણાવ્યું છે. આ કેમ્પ અંગેની વધુ માહિતી માટે મો.નં.9925410333 પર સંપર્ક કરવાનો રહેશે.