400 થી વધુ વિદ્યાર્થીઓનો થેલેસેમિયા ટેસ્ટ, વિદ્યાર્થિનીઓનો કીડીયાળું પૂરવાનો સંકલ્પ અને શિક્ષકદિનની ભવ્ય ઉજવણીમોરબી અપડેટ: નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા વિદ્યાર્થીઓમાં માત્ર શૈક્ષણિક જ્ઞાન જ નહીં, પરંતુ સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ, જીવદયા, સામાજિક જવાબદારી અને ગુરુજનો પ્રત્યે આદરની ભાવના કેળવવા વિવિધ પ્રેરણાદાયક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.નવયુગ કોલેજ ખાતે સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા અને મેનેજિંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવાડિયાના માર્ગદર્શન હેઠળ ગત તારીખ 10/09/2026 ના રોજ થેલેસેમિયા ટેસ્ટ કેમ્પ યોજાયો હતો. લાઈફ બ્લડ સેન્ટરના સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં 400 થી વધુ વિદ્યાર્થીઓનો થેલેસેમિયા ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ કેમ્પમાં નિષ્ણાત ડૉક્ટરો દ્વારા વિદ્યાર્થીઓને થેલેસેમિયા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. આ તકે પ્રમુખ પી. ડી. કાંજીયાએ યુવાનોને થેલેસેમિયા મુક્ત સમાજના નિર્માણ માટે આગળ આવવા અનુરોધ કર્યો હતો.જીવદયાના એક અનોખા ઉદાહરણ રૂપે નવયુગ શૈક્ષણિક સંકુલ (વીરપર) ની ધોરણ 7 ની વિદ્યાર્થિનીઓએ પણ એક ઉમદા કાર્ય કર્યું છે. આ વિદ્યાર્થિનીઓએ ધોરણ 6 માં હતી ત્યારથી સંકુલના મેદાનમાં શરૂ કરેલી કીડીયાળું પૂરવાની (કીડીઓને કણ આપવાની) સેવાને સળંગ એક વર્ષ સુધી ચાલુ રાખવાનો સંકલ્પ લીધો છે, જે નાના પ્રયાસ થકી સમાજ માટે મોટી પ્રેરણા પૂરી પાડે છે.આ ઉપરાંત, નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના તમામ વિભાગોમાં શિક્ષકદિનની ઉત્સાહભેર અને ભાવસભર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ શિક્ષકોની ભૂમિકા ભજવી શિક્ષણકાર્યનો અનુભવ મેળવ્યો હતો અને પોતાના ગુરુજનો પ્રત્યે આદર તથા કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.#MorbiUpdate #MorbiNews #NavyugGroupOfEducation #ThalassemiaCamp #TeachersDay #Jivdaya #SocialAwareness #Morbi