ડામર રોડનું બાળમરણ થયા બાદ ઠેકઠેકાણે ખાબોચિયાનું પ્રાગટ્ય હળવદ : હળવદ તાલુકાના મેરૂપર ગામના પાટીયાથી ગામ સુધીના રોડ પર ઠેકઠેકાણે ખાડા પડી ગયા હોવાથી ગામલોકોને ૩ કી.મી.ના રોડ ઉપરથી પસાર થવું માથાનો દુ:ખાવો બન્યું છે. જોકે આ અંગેની ગામના જાગૃત સરપંચ દ્વારા તંત્રને રજૂઆત પણ કરવામાં આવી છે. પરંતુ આજ દિન સુધી રજૂઆતને ધ્યાને ન લેવામાં આવતા લોકોને છબછબિયાં કરી રોડ પસાર કરવો પડે છે. હાલ ચોમાસાની સિઝનમાં મોટાભાગના ગ્રામ્ય વિસ્તારના ખરાબ થઈ ગયેલા રોડ ઉપરથી પસાર થવું વાહનચાલકોને ભારે મુશ્કેલ બન્યું છે. સાથે સાથે રોડ પર પડી ગયેલા ખાડાને કારણે અવારનવાર વાહન ચાલકો હાડકા ભંગાવી રહ્યા છે. બીજી તરફ વરસાદ થવાને કારણે ખાડામાં પાણી ભરાઈ ગયું હોવાથી આ રસ્તા પરથી જીવને જોખમમાં મુકી વાહન ચાલકોને પસાર થવું પડતું હોય છે. ત્યારે હળવદ તાલુકાના મેરૂપર ગામના પાટીયાથી ગામને જોડતો ૩ કી.મી.નો રોડ એરિગેસન વિભાગમાં આવતો હોય જેથી આ અતિ ખરાબ થઈ ગયેલા રોડને ખરેખર આ રોડ જ છે તેવું સાબિત કરવા માટે ગામના મહિલા સરપંચના પતિ અનિરુદ્ધસિંહ ખેર દ્વારા લેખિતમાં રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ આ રજૂઆતને ધ્યાને ન લેવાતી હોય તેમ આજદિન સુધી આ રોડની મરામત કરવામાં નથી આવી. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે અતિ ખરાબ થઈ ગયેલા રોડની સાથે સાથે રોડની બન્ને સાઈડ ૫૨ પણ બાવળની જાડી ઊગી ગઈ છે તે પણ સાફ કરવામાં આવતી નથી. જેથી, વહેલી તકે રોડ બનાવવામાં આવે તેવી અમારી માંગ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..